વાયબ્રન્ટની સાથે ‘મોદી’ બ્રાન્ડ નેમનો પણ પ્રચાર!

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલી નવમી વાયબ્રન્ટ સમિટમાં ઠેરઠેર નરેન્દ્ર મોદીનો 2019નો ચૂંટણી પ્રચાર શરૂ થયો હોય તેવો માહોલ નજરે પડી રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મૂડીરોકાણકારો કે ગુજરાતની વિવિધ એજન્સીઓના બદલે નરેન્દ્ર મોદીના સ્ટોલ લાગેલા છે જેમાં એક સ્ટોલ મોદી મર્ચન્ડાઈજ નામનો લાગ્યો છે.

આ સ્ટોરમાં નરેન્દ્ર મોદીના માસ્કથી માંડીને મોદી ટી-શર્ટ વેચાય છે. તો બાજુમાં લાગેલા એક સ્ટોરમાં મોદી કુર્તાની બોલબાલા છે.

આ ઉપરાંત એક એવો અનોખો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે જેમાં પિક્ચર વિથ મોદીનો સ્ટોર રાખવામાં આવ્યો છે.

અહીં મોદીના ફોટા સાથે તમારો ફોટો પડાવો અને ઈ-મેલ દ્વારા તમને મોદી સાથેનો ફોટો મોકલવામાં આવશે.

આમ એકંદરે 2019ની વાયબ્રન્ટ સમિટની સાથે નરેન્દ્ર મોદીનો પણ પ્રચાર થઈ રહ્યો છે.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ