ટ્વિટરના CEO પીએમ મોદીને મળ્યા…

0
506
દુનિયાભરમાં લોકપ્રિય થયેલી અમેરિકન ઓનલાઈન અને સોશિયલ નેટવર્કિંગ સેવા ‘ટ્વિટર’ના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર જેક ડોર્સે 13 નવેમ્બર, મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદીએ ડોર્સેને કહ્યું હતું કે, પોતે ટ્વિટર મારફત ઘણા સારા મિત્રો બનાવ્યા છે. મુલાકાત બાદ ડોર્સેએ ટ્વીટ કર્યું હતું અને મુલાકાત માટે તેમજ અમુક આઈડિયા આપવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો.