વજુભાઈ વાળા માં અંબાજીના શરણે

0
1109

અંબાજીઃ કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા રાજ્યપાલ બન્યા બાદ આજે સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવ્યા હતા. અંબાજી દર્શને આવેલા વજુભાઈ વાળાનું જીલ્લા કલેક્ટર દિલિપ રાણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વજુભાઈ વાળાએ અંબાજી આવી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને સાથે જ માતાજીની કપુર આરતી ઉતારવાનો લ્હાવો પણ લીધો હતો. (તસ્વીર- ચિરાગ અગ્રવાલ)