મુખ્યપ્રધાને વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

0
772


અમદાવાદઃ
નિરમા યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મુખ્યપ્રધાને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પોતાના જીવનમાં બાળપણથી લઈને મુખ્યપ્રધાન સુધીની સફરને પ્રેરણાત્મક રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી દશેય દિશાઓમાં એવો વિકાસ કરવો છે કે ગુજરાત ભારતના રાજ્યોની નહીં પરંતુ દુનિયાના આધુનિક રાજ્યો અને શહેર સાથે સ્પર્ધા કરી શકે.