અડાલજ ત્રિમંદિર દિવોત્સવની તસવીરી ઝલક માણો

0
1289

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અડાલજમાં ત્રિમંદિર ખાતે યોજાઈ રહેલા દાદા ભગવાનની 111મી જન્મ જયંતી ઉત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ગુજરાતની ધરતી પર આધ્યાત્મિક ચેતના અને દિવ્યતાના સંસ્કાર ઉજાગર કરનારો મહોત્સવ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી સંતો મનીષીઓના આશિષ અને જન સહયોગની શક્તિથી દેશની આધ્યાત્મિકતા દિવ્યતા વિકાશીલતામાં અગ્રેસર રહેશે.