સોનિયા ગાંધીએ રાયબરેલીમાંથી ઉમેદવારી નોંધાવી

યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)નાં અધ્યક્ષા અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ 11 એપ્રિલ, ગુરુવારે ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા મતવિસ્તારમાંથી એમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. સોનિયા ગાંધી જિલ્લા કલેક્ટર-કમ-ચૂંટણી રિટર્નિંગ ઓફિસરને ઉમેદવારીપત્ર સુપરત કરવા ગયાં હતાં ત્યારે એમની સાથે એમના પુત્ર અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી તથા પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા પણ હતાં. સોનિયા ગાંધી સામે ભાજપે દિનેશ પ્રતાપ સિંહને ઊભા રાખ્યા છે. સોનિયા ગાંધી 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીઓમાં રાયબરેલીથી વિજેતા બન્યાં હતાં. ઉમેદવારી નોંધાવવા ઉપરાંત સોનિયા ગાંધીએ રોડ શો કર્યો હતો અને એક પૂજામાં પણ ભાગ લીધો હતો.