સોમનાથઃ મહાશિવરાત્રીના દર્શનનો લાભ લેવા ભક્તોની ભીડ

0
718

સોમનાથઃ આજે મહાશિવરાત્રીના મહાપર્વને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવ મંદીરોમાં ઉમટી પડ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતીર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આજે મહાશિવરાત્રીના પર્વને લઈને સોમનાથ મહાદેવનો સુંદર શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શ્રૃંગાર દર્શનનો લ્હાવો લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.