અમેરિકામાં પ્રવેશવા માટે જોખમી રૂટ પકડ્યો…

હજારોની સંખ્યામાં સેલ્વાડોરન માઈગ્રન્ટ લોકો 2 નવેમ્બર, શુક્રવારે ગ્વાટેમાલા અને મેક્સિકો વચ્ચેની સરહદ પરની સુશીએટ નદી પાર કરીને જતાં જોવા મળ્યાં હતાં. આ મધ્ય અમેરિકન સ્થળાંતરિત લોકો અમેરિકામાં પ્રવેશવા માટે આગળ વધી રહ્યાં છે. ગ્વાટેમાલા-મેક્સિકો વચ્ચેના બ્રિજ પરથી આગળ વધતાં એમને મેક્સિકોના સત્તાવાળાઓએ પાસપોર્ટ-વિઝાના અભાવને કારણે રોક્યા બાદ એમણે નદીમાંથી ચાલતા જવાનો જોખમી રૂટ પસંદ કર્યો હતો. મધ્ય અમેરિકાના દેશોમાંથી હજારો માઈગ્રન્ટ લોકોના કાફલા મેક્સિકો થઈને અમેરિકામાં પ્રવેશવા માટે આગળ વધી રહ્યાં છે.