#AmdavadGives કરશે જરૂરિયાત મંદોને સહાય…

જરૂરિયાત મંદ લોકોને દાન આપવા માટેના રાઉન્ડ ટેબલ ઈન્ડિયા (આરટીઆઈ) નામના 18 થી 40 વર્ષના યુવાનોના બિન રાજકિય અને ધર્મ નિરપેક્ષ સંગઠને #AmdavadGives નામની ઝૂંબેશ હાથ ધરી છે, જેમાં દાન આપેલી ચીજોના એકત્રીકરણનો સમાવેશ થાય છે. આ ઝૂંબેશ હેઠળ અમદાવાદમાંથી 500 પીક-અપ વાહનો દ્વારા એક જ દિવસે સામગ્રી એકત્ર કરાશે.

આ સામાજીક ઉદ્દેશના પાર્ટનર તરીકે ઉબર તેમના પીક-અપ વાહનો  દ્વારા 28 ઓક્ટોબર, 2018ના રોજ સવારે 10 થી સાંજના 5 સુધી દાન આપેલી સામગ્રી એકત્ર કરશે. અમદાવાદની કોઈપણ વ્યક્તિ ઉબર એપ્પમાં જઈને  AmdavadGives આઈકોન ક્લિક કરતાં ઉબર કાર આવીને વિનામૂલ્યે સામગ્રી લઈ જશે.

રાઉન્ડ ટેબલ ઈન્ડિયા એ સમાન ઉદ્દેશ અને હેતુઓ ધરાવતું જૂથ છે, જે વિવિધ વ્યવસાય અને પ્રોફેશન ધરાવતા લોકોનું બનેલું છે. છેક 1998થી ‘ફ્રીડમ થ્રુ એજ્યુકેશન’ કાર્યક્રમ હેઠળ રાઉન્ડ ટેબલ ઈન્ડિયાએ દેશભરમાં 2,588 શાળાઓમાં  6,189 વર્ગખંડો બાંધવામાં સહાય કરી છે, આ અંગેની વધુ માહિતી માટે www.amdavadgives.comની મુલાકાત લો