રાજકોટ: નવરાત્રિમાં અનામત ટેટુનો ક્રેઝ

0
899

આજે આદ્યશક્તિ મા અંબાના પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટમાં પ્રાચિન અને અર્વાચિન ગરબાઓમાં ખેલૈયાઓ ઝુમી ઉઠશે. ત્યારે યુવાવર્ગમાં ટેટુનો ક્રેઝ જોવા મળી રહ્યા છે.

આ વર્ષે જલ્પા રાઠોડ નામની યુવતીએ પોતાની પીઠ પાછળ રક્ષણ અને આરક્ષણ એટલે કે અનામતનું ટેટુ દોરાવ્યું છે.

તેમનું કહેવું છે જ્ઞાતિ ગમે તે હોય પણ જેને જરૂર છે તેને જ અનામત આપો તેવા ઉદેશ સાથે મે આ ટેટુ દોરાવ્યું છે. તેમના દ્વારા અનામતના ટેટુ દોરાવી લોકોને મેસેજ આપવામાં આવી રહ્યો છે કે ખરેખર દેશમાં અનામત મુદ્દે રાજકારણ ન રમાવવું જોઈએ.