ક્વિઝ કોમ્પિટિશનમાં ન્યૂરો સાયન્સ જ્ઞાન ચકાસાયું

0
911

અમદાવાદઃ રિજીયોનલ બ્રેઈન બીનું આયોજન સોસાયટી ફોર ન્યૂરો સાયન્સ (એસએફએન) અને આઈબીબી દ્વારા કરવામાં આવ્યું હતું.  જેમાં 11મા ધોરણના (ફર્સ્ટ યર ઈન્ટરમિડિયેટ) વિદ્યાર્થીઓનું ન્યૂરો સાયન્સનું જ્ઞાન ચકાસાયું હતી. આ સ્પર્ધાનું આયોજન વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ન્યૂરો સાયન્સનું જ્ઞાન સતેજ બનાવે અને માનવ બ્રેઈન અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના રોગો અને તેની સારવાર અંગે સમજ પ્રાપ્ત કરી તેમનામાં બાયો મેડિકલ સંશોધન ક્ષેત્રે પડેલી તકો અંગે રૂચિ પેદા કરવાનો હતો.