અમદાવાદમાં લાલ રંગના ઝેબ્રા ક્રોસિંગ

અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલા દાદા સાહેબના પગલાં પાસેના ચાર રસ્તે માર્ગ પર સૌનું ધ્યાન ખેંચાય એવી બાબત જોવા મળી. વાહન ચાલકો જ્યારે થોભે ત્યારે રાહદારીઓને રસ્તો પસાર કરવા માટે દોરવામાં આવતા ઝેબ્રા ક્રોસિંગને લાલ રંગ આપી દેવામાં આવ્યો છે. માર્ગ પરના ઝેબ્રા ક્રોસિંગ સામાન્ય રીતે માર્ગો પર બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં ઉપસી આવે છે. જ્યારે યુનિવર્સિટીના આ વિસ્તારમાં ઝેબ્રા ક્રોસિંગને લાલ રંગે રંગવામાં આવ્યા છે. અમદાવાદના મોર્ડનાઇઝેશનમાં અને મોડલ માર્ગમાં એક નવું નજરાણું જાેવા મળ્યું છે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)