મુંબઈ મહાપાલિકા મુખ્યાલયમાં રીસાઈક્લિંગ મશીન…

કેન્દ્ર સરકારે હાથ ધરેલી દેશવ્યાપી ‘સ્વચ્છ ભારત’ ઝુંબેશ અંતર્ગત દક્ષિણ મુંબઈમાં મહાનગરપાલિકાના મુખ્યાલયમાં પ્લાસ્ટિક રીસાઈક્લિંગ અથવા પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન મૂકવામાં આવ્યું છે. શિવસેનાની યુવા પાંખના નેતા આદિત્ય ઠાકરેએ 16 એપ્રિલ, સોમવારે આ મશીનની કામગીરી નિહાળી હતી. આ મશીન 5000 બોટલનો સંગ્રહ કરે છે અને એના ઝીણા ટૂકડા કરી શકે છે. ત્યારબાદ એ પ્લાસ્ટિકનું રીસાઈક્લિંગ કરી એનો ઉપયોગ અન્ય ઉત્પાદનો બનાવવા માટે કરી શકાય છે.