વરસાદ માટે તરસતાં અમદાવાદ પર મેઘમહેર

0
422

અમદાવાદઃ લાંબા ગાળાના વિરામ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ અમદાવાદમાં પધરામણી કરી છે. સવારે 11 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ અત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સૌથી વધારે વરસાદ વેજલપુરમાં 5.5 ઈંચ જેટલો નોંધાયો છે. તો આ સાથે જ શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડવાની અને ઝાડ પડવાની અને ઘણી જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે.

તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ