રેલવેના કર્મચારીઓની ભુખ હડતાળ

0
846

રેલવે કર્મચારીઓની કેટલાય સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે ફરીથી ઉપવાસ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. ઑલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન દ્વારા 8 મેથી 10 મે સુધી રાષ્ટ્રવ્યાપી ભુખ હડતાળનું આહ્વાન કર્યું છે. રેલવે કર્મચારીઓની પડતર માંગ એનપીએસ હટાવો, મુળ વેતનમાં વધારો, ફિટમેન્ટ ફોર્મ્યુલમાં સુધારો, લાર્સજેસ લાગુ કરો, રનિંગ એલાઉન્સમાં વધારો કરવો, ટ્રેકમેન કમિટીનો રીપોર્ટ લાગુ કરવો, રેલવેમાં બે લાખ ત્રીસ હજાર ખાલી જગ્યાઓ પર ઝડપી ભરતી કરવી અને રેલવેનું ખાનગીકરણ બંધ કરવું. આ માંગણીઓને લઈને અમદાવાદ, વટવા, સાબરમતી, વિરમગામ, કલોલ, પાલનપુર અને ગાંધીધામમાં મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ભુખ હડતાળ પર બેઠા હતા.