રાહુલ ગાંધી બેહરીનમાં…

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બેહરીનની એક દિવસની મુલાકાતે ગયા છે. 8 જાન્યુઆરી, સોમવારે અલ વાદી પેલેસ ખાતે તેઓ બેહરીનના યુવરાજ શેખ સલમાન બિન હમાદ અલ ખલીફાને મળ્યા હતા. રાહુલ ગાંધી પ્રિન્સ શેખ ખાલીદ બિન હમાદ અલ ખલીફાને પણ મળ્યા હતા અને એમને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પોતાના નાના જવાહરલાલ નેહરુએ લખેલા પુસ્તકો ભેટ આપ્યા હતા. એમાંનું એક પુસ્તક છે, ડિસ્કવરી ઓફ ઈન્ડિયા, જે નેહરુએ જેલવાસ દરમિયાન લખ્યું હતું.