પ્રિયંકા ગાંધી અમેઠીની મુલાકાતે…

0
377
કોંગ્રેસનાં મહામંત્રી (પૂર્વીય ઉત્તર પ્રદેશનો ચાર્જ) પ્રિયંકા ગાંધી-વાડ્રા 27 માર્ચ, બુધવારે અમેઠી શહેર ખાતે પહોંચ્યાં હતાં. પ્રિયંકા લોકસભા ચૂંટણી માટે પક્ષનાં પ્રચાર માટે હાલ ઉત્તર પ્રદેશ રાજ્યનાં પ્રવાસે આવ્યાં છે. પ્રવાસનાં બીજાં ચરણમાં તેઓ અમેઠી અને રાયબરેલીની મુલાકાત લેશે. અમેઠી પ્રિયંકાનાં ભાઈ અને કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે જ્યારે રાયબરેલી એમનાં માતા તથા ભૂતપૂર્વ પક્ષપ્રમુખ સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે. અમેઠીમાં પ્રિયંકાએ પક્ષનાં કાર્યકર્તાઓ સાથે વાતો કરી હતી અને એમનો ઉત્સાહ વધારતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને રાહુલ વડા પ્રધાન બનશે.


લખનઉ એરપોર્ટ પર પક્ષના કાર્યકર્તાઓ દ્વારા પ્રિયંકાનું સ્વાગત