પ્રિયંકા ગાંધી ફરી ઉત્તર પ્રદેશમાં…

0
646
કોંગ્રેસનાં મહામંત્રી (પૂર્વીય ઉત્તર પ્રદેશનો ચાર્જ) પ્રિયંકા ગાંધી-વાડ્રા આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચારકાર્યના સંદર્ભમાં ચાર દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસ માટે 17 માર્ચ, રવિવારે સવારે લખનઉ પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર પાર્ટીનાં સ્થાનિક કાર્યકર્તાઓએ એમનું સ્વાગત કર્યું હતું. પ્રિયંકા સોમવારથી પ્રયાગરાજથી વારાણસી ‘ગંગા નૌકાયાત્રા’ દ્વારા એમનો ચૂંટણીપ્રચાર કરવાના છે. નવી દિલ્હીથી લખનઉ જતી વખતે એમણે ફ્લાઈટમાં સામાન્ય લોકો સાથે પ્રવાસ કર્યો હતો અને પ્રવાસીઓને પોતાની સાથે સેલ્ફી પણ લેવા દીધી હતી.