મોદી-નેતન્યાહુના આગમનની તૈયારીઓ

0
730

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ 18 જાન્યુઆરીના રોજ અમદાવાદના મહેમાન બનવાના છે. ત્યારે બંન્ને મહાનુભાવોના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને નેતન્યાહુ અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે. રોડ શોના રૂટમાં અનેક પ્રકારના સાંસ્કૃતિ કાર્યક્રમોની ઝાંખી પણ રાખવામાં આવશે જેને લઈને સ્ટેજ બનાવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. (તસવીરઃપ્રજ્ઞેશ વ્યાસ)