પીએમ મોદી અમ્માનમાં: જોર્ડનના રાજાને મળ્યા…

0
705
જોર્ડનની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 9 ફેબ્રુઆરી, શનિવારે અમ્માનમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા-દ્વિતીય બિન અલ-હુસેનએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી તથા રાજા અબ્દુલ્લાએ ત્યારબાદ ભારત-જોર્ડનના દ્વિપક્ષી સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે મંત્રણા કરી હતી. અમ્માનમાં વડા પ્રધાન મોદીનું ભારતીય સમુદાયનાં લોકોએ પણ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન પશ્ચિમ એશિયાના ત્રણ દેશ – જોર્ડન, યૂએઈ અને પેલેસ્ટાઈનની ચાર-દિવસની મુલાકાતે ગયા છે. પ્રવાસના પ્રથમ ચરણમાં તેઓ જોર્ડન ગયા છે.