ભારત, સ્વીડન વચ્ચે ભાગીદારીના કરાર…

સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં 17 એપ્રિલ, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્વીડનના વડા પ્રધાન સ્ટીફન લોફવેનની હાજરીમાં બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વિકાસશીલ યોજનાઓમાં ભાગીદારી અંગેના કરારો પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. સ્વીડનની મુલાકાતે આવ્યા હોય એવા છેલ્લા 30 વર્ષમાં નરેન્દ્ર મોદી પહેલા જ ભારતીય વડા પ્રધાન છે. 1988માં રાજીવ ગાંધી સ્વીડનની મુલાકાતે આવ્યા હતા.

સ્ટોકહોમમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પીએમ મોદી અને સ્ટીફાન લોફવેન. મોદીએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમમાં સ્વીડનનું મોટું યોગદાન રહ્યું છે.