18 વર્ષે રીયુનિયન, ગણવેશ પહેરી માણ્યાં સ્કૂલ ડેઝ

0
1321

અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં સર્વોદય વિદ્યામંદિર ખાતે વર્ષ ૨૦૦૦ની બેચ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને એ વખતના શિક્ષકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશરે ૧૮ વર્ષ પછી પહેલી વાર શાળાની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓમાં ઘણા બધા ગણવેશમાં આવ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તેમજ શાળા પ્રત્યે પોતાનો આદર-આભાર વ્યક્ત કર્યો હતો.