સારંગપુરમાં શ્રદ્ધાંજલી આપવા પહોંચેલા નેતાઓનો વિરોધ

0
590

અમદાવાદઃ ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિએ અમદાવાદના સારંગપુર સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપના કાર્યકરો સહિત અગ્રણીઓએ પુષ્પાંજલી અર્પિત કરી હતી. બાબા સાહેબને શ્રદ્ધાંજલી અર્પિત કરવા આવેલા ભાજપના કાર્યકરો અને અગ્રણીઓનો કેટલાક દલિતોએ વિરોધ કર્યો હતો. પરંતુ પરિસ્થિતી ન વણસે તે માટે પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.