પેરિસના નોટ્રા-ડેમ કેથેડ્રલમાં ભીષણ આગ…

0
456
ફ્રાન્સની રાજધાની પેરિસના સીમાચિન્હરૂપ ધાર્મિક સ્થળ નોટ્રે-ડેમ કેથેડ્રલમાં 15 એપ્રિલ, સોમવારે લાગેલી ભીષણ આગમાં આ આઠમી સદીની જૂની ઈમારતને વ્યાપક નુકસાન થયું છે. આગની જ્વાળા કેથેડ્રલની છત સુધી પહોંચી હતી. એને કારણે શિખરના મિનારા અને છતનો ઘણો ખરો ભાગ નાશ પામ્યા છે, પરંતુ મુખ્ય બાંધકામ અને ટાવર, તથા કિંમતી આર્ટવર્ક્સ બચાવી શકાયા છે.