નીતિ આયોગના અધિકારી સાથે રૂપાણીની બેઠક…

0
765
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 18 માર્ચ, રવિવારે ગાંધીનગરમાં નીતિ આયોગના વાઈસ ચેરમેન ડો. રાજીવ કુમાર સાથે બેઠક યોજીને રાજ્યમાં પીવાના પાણી, ટેકાના ભાવે ખેતઉત્પાદનોની ખરીદી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને પાણી, વીજળી, મહિલા-બાળ કલ્યાણ, નાગરિક પુરવઠો સહિતની માળખાકીય વિવિધ સુવિધાઓની સ્થિતિ અને યોજનાકાર્યોમાં પ્રગતિ વિશે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.