મુસળધાર વરસાદે મુંબઈને થંભાવી દીધું…

મુંબઈમાં 1 જુલાઈનો સોમવાર એટલે નવા મહિનાનો અને કામકાજના અઠવાડિયાનો પહેલો દિવસ. પણ પાછલી રાતથી સતત ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાતાં, ટ્રાફિક જામની સમસ્યા સર્જાતાં, ટ્રેન સેવા ખોરવાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું.