જાણીતાં વિદૂષક મોનિકા સેન્ટોસનું ‘સ્મિત’

0
846

અમદાવાદ-વિસામો કીડ્ઝ ખાતે મોનિકા સેન્ટોસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન આઈનર્ચર મી લર્નીંગ સર્વિસીસના સ્ટોરી સર્કલ દ્વારા યોજવામાં આવ્યો હતો.મોનિકા સેન્ટોસ એ એક પ્રોફેશનલ વિદૂષક અને સ્પેનની કલાકાર છે. તેણે અનોખી રીતે આ શોમાં ફન એડવેન્ચર્સથી બાળકો રમૂજ પૂરી પાડી હતી. મોનિકાએ બિગ સ્માઈલ નામની સ્વૈચ્છિક સંસ્થાની સ્થાપના કરી છે, જેના દ્વારા તે દુનિયામાં સ્મિત ફેલાવવામાં માને છે. મોનિકા પોતાની આગવી અને અનોખી કામગીરી વડે ઘણાં મુદ્દે સામાજિક પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.