કશ્મીરમાં આતંકી હુમલો; CRPFના 44 જવાન શહીદ…

0
1003
પાકિસ્તાનસ્થિત ત્રાસવાદીઓએ 14 ફેબ્રુઆરી, ગુરુવારે બપોરે જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર કરેલા ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ વિસ્ફોટ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 44 જવાન શહીદ થયા છે. આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકો ભરેલી કારને સીઆરપીએફ બસ સાથે અથડાવી મારી હતી જેને કારણે વિસ્ફોટ થયો હતો.