દવાની દુકાનો બંધ

0
609

અમદાવાદઃ વધતા જતા ઓનલાઇન મેડિસીન બિઝનેસ તેમજ દવા બજારના પ્રશ્નો સાથે મેડિકલ સ્ટોર્સ સંચાલકોએ બંધ પાળ્યો હતો. કેમિસ્ટો દ્વારા યોજાયેલી આ હડતાળમાં રાજ્યભરમાં 26 હજાર કેમિસ્ટો જોડાયા છે. જેના પગલે દવાની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યભરના કેમિસ્ટો ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહેલી દવાઓના વેચાણનો વિરોધ કરી રહ્યા છે. જોકે આ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પગલા ન લેવાતા રાજ્યના કેમિસ્ટોના ધંધા પર માઠી અસર પડી છે અને કેમિસ્ટોના ધંધામાં 20 ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો છે. જે દવાઓ ઓનલાઈન મળે છે તે દવાઓ મેડીકલ સ્ટોરમાં મળતી દવાઓ કરતા સસ્તી હોય છે અને એટલે ઘણા લોકો ઓનલાઈન દવા ખરીદવાનું પસંદ કરે છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)