અમદાવાદમાં ભારે પવનથી વૃક્ષોનો સોથ વળ્યો…

0
568

અમદાવાદઃ 23મી જૂનની મધરાતે સૂસવાટાબંધ પવન સાથે વરસાદ ખાબક્યો. મોડી રાત્રે પડેલાં વરસાદથી  શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું.

વાવાઝોડા સાથેના વરસાદને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં.

ઉમા ભવાની ક્રોસિંગથી ગોદરેજ ગાર્ડન સિટી, આઇઓસીરોડ, ચાંદખેડા, ન્યુ સી.જી. રોડ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં.

વરસાદ સાથે અમુક નીચાણવાળા  વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં.

શહેરના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા માર્ગ પર પડી અવરોધરુપ બનેલાં  વૃક્ષોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)