કેરળમાં મેઘતાંડવ…

0
565
કેરળ રાજ્યમાં સતત મુસળધાર વરસાદે 9 ઓગસ્ટ, ગુરુવારે છ જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. મરણાંક 27 થયો છે. ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે કેરળ સરકારે લશ્કર, નૌકાદળ, હવાઈ દળની મદદ માગી છે. ઈડુક્કી, માલાપુરમ, વાયનાડ, કાણનુર, એર્નાકુલમ, કોઝીકોડ જિલ્લાઓમાં વરસાદી દુર્ઘટનાઓને કારણે ખૂબ નુકસાન થયું છે.