કેરળના પૂરગ્રસ્તોની કફોડી હાલત…

0
818
કેરળમાં ભારે વરસાદ અને પૂરે તમામ જિલ્લાઓમાં હાહાકાર મચાવ્યો છે. હવે વરસાદનું જોર અટકી ગયું છે, પણ મોટા ભાગના જિલ્લાઓમાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. હજારો લોકોને શાળાઓ જેવા સ્થળોએ ઊભી કરાયેલી રાહત છાવણીઓમાં આશરો લેવો પડ્યો છે. અનેક સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા રાહત છાવણીઓ ખાતે અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.