મહાકવિ ન્હાનાલાલની પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ….

અમદાવાદ શહેરમાં 9,  જાન્યુઆરીને બુધવારના રોજ  એમ.જે. લાઇબ્રેરી ખાતે મહાકવિ ન્હાનાલાલની પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાઇ ગયો. શહેરની વર્ષોથી પ્રતિષ્ઠિત એવી દીવાન બલ્લુભાઇ શાળા, ખાડિયા ઇતિહાસ સમિતિ અને માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ન્હાનાલાલની યાદમાં શહેરના અગ્રણી લોકોએ ઉપસ્થિત રહી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મોટા ગજાના આ મહાકવિની યાદમાં યોજાયેલા  કાર્યક્રમમાં  મેયર બિજલબેન, ડો. હેમંત ભટ્ટ, દીવાન બલ્લુભાઇ શાળાના અનિલભાઇ રાવલ, નિમેષભાઇ જોશી, વિદ્યાર્થીઓ, સાહિત્યકારો, શિક્ષકો  તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રેમ-ભક્તિ પદારથ ગાઉં….ગીત-સંગીત સાથે યોજાયેલા આ કાર્યક્રમને લોકોએ ઉત્સાહ થી માણ્યો હતો.

ન્હાનાલાલની યાદમાં આ એમ.જે.લાઇબ્રેરી ખાતે પુસ્તકોનો એક વિભાગ પણ પ્રદર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તસવીર: અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ