જયાપ્રદાએ જન્મદિવસે રામપુરમાં ઉમેદવારી નોંધાવી…

0
785
બોલીવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મોનાં અભિનેત્રી જયાપ્રદાએ ઉત્તર પ્રદેશના રામપુર લોકસભા મતવિસ્તારમાં 3 એપ્રિલ, બુધવારે ભાજપનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. એમની સાથે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી પણ હતા. આજે જયાપ્રદાનો 57મો જન્મદિવસ પણ છે. એમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના આઝમ ખાન સાથે છે. જયાપ્રદા આ જ બેઠક પરથી ભૂતકાળમાં બે વખત ચૂંટાઈ આવ્યાં હતાં. રામપુર શહેરમાં ચૂંટણી કાર્યાલય ખાતે ઉમેદવારી નોંધાવતા પહેલાં જયાપ્રદા એક મંદિર અને મસ્જિદની મુલાકાતે ગયાં હતાં. જયાપ્રદા 2004 અને 2009માં રામપુરમાંથી સમાજવાદી પાર્ટીનાં સભ્ય તરીકે લોકસભાની ચૂંટણી જીત્યાં હતાં. 2010માં એમને પાર્ટીમાં હાંકી કાઢવામાં આવ્યાં હતાં. ત્યારબાદ એમણે અમર સિંહ સાથે મળીને રાષ્ટ્રીય લોક મંચ પાર્ટીની સ્થાપના કરી હતી, પણ હવે ભાજપમાં જોડાયાં છે.
આઝમ ખાન, સમાજવાદી પાર્ટીના ઉમેદવાર