પ્રજાસત્તાક દિવસ પરેડ માટેની તૈયારી…

0
896
ભારત દેશ આવતી 26 જાન્યુઆરીએ પોતાનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. એ દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવશે. તે પરેડ માટે હાલ રાજપથ ખાતે રીહર્સલ ચાલે છે, જેમાં સેનાની વિવિધ પાંખોનાં જવાનો ભાગ લે છે. તે પરેડમાં ભારત પોતાની લશ્કરી તાકાત તથા સાંસ્કૃતિક વારસાની દુનિયાનાં દેશોને ઝલક બતાવે છે. ઉપરની તસવીરમાં, સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો રીહર્સલ દરમિયાન એમના ઊંટની બાજુમાં ઊભા છે.

નૌકાદળનો જવાન ઈન્ફન્ટ્રી કોમ્બાટ વેહિકલ BMP-2 સરથની સામે ઊભીને સેલ્ફી લે છે. મહિલા પોલીસ જવાનો તાલીમ લઈ રહી છે. રીહર્સલ દરમિયાન બ્રેક મળતાં હવાઈ દળના જવાનો એમની રાઈફલ્સ નીચે મૂકીને બેઠાં છે.