વસ્ત્રાપુરમાં 125 ગેરકાયદે દુકાનો તોડી પડાઈ

0
985

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે મંગળવારે અમદાવાદના વસ્ત્રાપુર ગામ તળની 125 દુકાનો તોડી પડાઈ છે. વસ્ત્રાપુર જતાં રોડ પર વર્ષોથી બનેલી ગેરકાયદે દુકાનો અને રહેઠાણ હતાં, કોર્પોરેશને વારંવાર નોટિસો પાઠવી હતી, અંતે આજે કોર્પોરેશનની ડીમોલેશન ટીમ દ્વારા 125 દુકાનો તોડી પડાઈ હતી. દબાણ હટાવ ટીમ દ્વારા મોટી ડ્રાઇવ હોવાથી ગેરકાયદે મિલકતધારકો સાથે સંઘર્ષમાં ઉતરવાના સંજોગો જોતાં પોલીસ રક્ષણ પણ મેળવાયું હતું. ગત સપ્તાહે એએમસીની બેઠકમાં  ડીમોલેશન કરવાનો નિર્ણય લેવાયો હતો. વસ્ત્રાપુર ગામથી તળાવ તરફ જતાં ભારે ટ્રાફિક થતો હતો, હવે રોડ મોટો થઈ જશે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)