મુખ્યપ્રધાન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન કાર્યાલયના અદના કર્મચારીઓના બાળકો કે જેમણે ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓ તેમજ ડીગ્રી અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે તેવા 30 વિદ્યાર્થીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.