મુંબઈગરાંઓએ માણી ધૂળેટી તહેવારની મોજ…

0
786
મુંબઈમાં 21 માર્ચ, ગુરુવારે લોકોએ રંગોના તહેવાર હોળી પર્વના બીજા દિવસ, ધૂળેટીની હંમેશ મુજબના આનંદ, ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરી હતી. રહેણાંક સોસાયટીઓ, જાહેર રસ્તાઓ પર લોકો ગુલાલ અને પાણીનાં છંટકાવથી એકબીજાને રંગતાં જોવા મળ્યાં હતાં. વિલે પારલેમાં જુહૂ ચોપાટીના દરિયાકિનારા તેમજ મલાડમાં માર્વે, બોરીવલીમાં ગોરાઈ, દક્ષિણ મુંબઈના ગીરગામ ચોપાટી ખાતે માનવમહેરામણ ઉમટ્યો હતો. ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ વિભાગ પણ સજ્જ હતા. ટ્રાફિક પોલીસો ઘણે ઠેકાણે ટુ-વ્હીલર ચાલકોને અટકાવીને એમની આલ્કોહોલ ટેસ્ટ લેતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)