જાપાનમાં ‘જેબી’ વાવાઝોડાથી હાહાકાર…

જાપાનમાં 4 સપ્ટેંબર, મંગળવારે વિનાશક વાવાઝોડું ‘જેબી’ ત્રાટક્યા બાદ કોચી પ્રાંતના અકી બંદરગાહ શહેર ખાતે દરિયામાં વિકરાળ મોજાં ઉછળ્યાં હતાં. આ વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પણ તૂટી પડ્યો હતો. ‘જેબી’ વાવાઝોડું છેલ્લા 25 વર્ષમાં ફૂંકાયેલા વાવાઝોડાઓમાં વધારે વિનાશકારી હતું. વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવન કલાકના 135 માઈલની ઝડપે ફૂંકાયો હતો. ‘જેબી’એ પશ્ચિમ જાપાનના ઓસાકા પ્રાંતમાં વ્યાપક વિનાશ વેર્યો છે. ત્યાંનું કેન્સાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ જળબંબાકાર થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે 600 જેટલી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. અનેક રસ્તાઓ પર વાહનો પલટી ખાઈ ગયા હતા. બંદર ખાતે અનેક મોટાં કન્ટેનર્સ પણ ઊંધી પડી ગયા હતા.