મુંબઈના મોટી ભરતીના સમયે દરિયામાં ઉછળ્યાં મોટાં મોજાં…

0
1033
મુંબઈમાં 15 જુલાઈ, રવિવારે બપોરે 1.49 વાગ્યાથી અરબી સમુદ્રમાં મોટી ભરતી આવવાની શરૂ થઈ હતી. ભરતીના સમયે દરિયાકિનારાની નજીક ન જવાની વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ આગોતરી ચેતવણી આપવામાં આવી હતી. તે છતાં દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે કેટલાક લોકો જોરદાર પવન સાથે વરસાદ વચ્ચે અને દરિયાના પાણીનાં ઉછળતાં મોજાંમાં પલળવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. એમાં ઘણા નાનાં બાળકો પણ સામેલ હતા. ભરતીના સમયે દરિયામાં 4.97 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળ્યા હતા. મરીન ડ્રાઈવ ઉપરાંત કોલાબા, ગેટવે ઓફ ઈન્ડિયા અને હાજીઅલી-માહિમ ખાતે પણ દરિયાકિનારે લોકો ભેગા થયા હતા.