હડમતાળા ગેસ પાઈપલાઈન મંજૂર

0
642

રાજકોટઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ હડમતાળા ખાતે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આ પ્રસંગે મુખ્યપ્રધાને રાજકોટથી હડમતાળા સુધી ગેસ પાઈપલાઈનને સૈદ્ધાંતિક મંજૂરીની પણ જાહેરાત કરી હતી.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની નિયંત્રિત પરિસ્થિતિથી ગુજરાતને નવી ઓળખ સાંપડી છે તથા શાંતિ અને સુલેહની રાજય સરકારની નીતિને સમગ્ર દેશમાં માન્યતા પ્રાપ્ત થઇ છે.
છેલ્લા ૧૫ વર્ષોમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજયનો વિકાસ સમગ્ર દેશ માટે નેત્રદિપક રહયો છે, એ વાતની મુખ્યપ્રધાને ઉપસ્થિતોને સદ્રષ્ટાંત પ્રતીતિ કરાવી હતી.
સંસ્કારિતા તથા અસ્મિતાની જાળવણી સાથે રાજયમાં પ્રવર્તતી એખલાસભરી પરિસ્થિતિની પણ તેમણે આ તકે વિશેષ સરાહના કરી હતી.