કશ્મીરમાં ચાર ત્રાસવાદીનો ખાત્મો…

0
558
જમ્મુ અને કશ્મીરના રાજૌરી જિલ્લામાં 28 માર્ચ, બુધવારે થયેલી ગોળીબાર અથડામણમાં સુરક્ષા જવાનોએ ચાર ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ચારેય ત્રાસવાદી જોરદાર રીતે શસ્ત્રસજ્જ હતા. રાજૌરીના સુંદરબની વિસ્તારમાં ત્રાસવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમી મળતાં 16-રાજ રાઈફલ્સ, 6-જાટ રેજિમેન્ટ, સીમા સુરક્ષા દળ અને રાજ્ય પોલીસ દળના જવાનો ત્યાં પહોંચી ગયા હતા. એમણે ત્રાસવાદીઓને પડકાર્યા હતા, પણ ત્રાસવાદીઓએ એમની પર ગોળીબાર કર્યો હતો. જવાનોએ વળતો જવાબ દઈ ચારેયને ઢાળી દીધા હતા.