વાજપેયી પંચમહાભૂતમાં વિલીન થયા…

0
759
ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક, અટલબિહારી વાજપેયીના 17 ઓગસ્ટ, શુક્રવારે નવી દિલ્હીમાં યમુના નદીના કાંઠે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વાજપેયીના દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ અગ્નિદાહ આપ્યો હતો. એ વખતે હજારો લોકો હાજર રહ્યા હતા. વાજપેયીના પરિવારજનો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મોદીના પ્રધાનમંડળના તમામ સભ્યો, ભાજપપ્રમુખ અમિત શાહ, ભાજપના અન્ય નેતાઓ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, સેનાની ત્રણેય પાંખોના વડાઓ ઉપસ્થિત હતાં. અગ્નિસંસ્કાર અપાયા તે પહેલાં વાજપેયીના નશ્વર દેહને દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.