કોલકાતાની બગરી બજારમાં ભીષણ આગ…

0
613
કોલકાતા શહેરના મધ્ય ભાગમાં આવેલી કેનિંગ સ્ટ્રીટની બગરી બજારમાં 16 સપ્ટેંબર રવિવારે ભીષણ આગ લાગી હતી. આગ વહેલી સવારે લગભગ પોણા ત્રણ વાગ્યે લાગી હતી. અગ્નિશામક દળના જવાનો 30 ફાયર એન્જિન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાંજે 6 વાગ્યા સુધી પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નહોતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.