દશેરાની સવારની ‘પરંપરાગત ઉજવણી’: લોકોએ ‘બે હાથે’ ટેસથી ખાધા ફાફડા-જલેબી…

દશેરા તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર, પણ સ્વાદના શોખીન એવા ગુજરાતીઓ માટે આ દિવસ એટલે ફાફડા-જલેબી ને સાથે સંભારો અને મરચાં ટેસથી આરોગવાનો દિવસ. દશેરાના દિવસે સવારે જલેબી-ફાફડા ખાવા એટલે ખાવાના જ, આવી એક બિનસત્તાવાર, પણ સૌને પસંદ એવી એક પ્રથા પડી ગઈ છે, પછી એ ગુજરાતના રહેવાસીઓ હોય કે મુંબઈના ગુજરાતીઓ હોય. ગુજરાત-મુંબઈમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના જલેબી-ફાફડા ખવાઈ જાય. અમદાવાદમાં આજે સવારથી ઠેર ઠેર ફરસાણની દુકાનોએ ફાફડા-જલેબી ખરીદવા માટે લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી હતી. રસ્તાઓ ઉપર પણ ઠેકઠેકાણે ફાફડા-જલેબી વેચાતા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)