અંબાજીઃ તંત્ર દ્વારા માઈભક્તો માટે સુવિધા

0
486

અંબાજીઃ ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એવા માં અંબાના ધામ અંબાજીના ભાદરવી પુનમના દર્શનનું અનેરું મહત્વ છે. પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં દુરદુરથી લાખો માઇભકતો પદયાત્રા દ્વારા અંબાજી પહોંચીને માના ચરણોમાં મસ્‍તક ઝુકાવી ધન્‍યતા અનુભવે છે. ત્યારે શ્રદ્ધાળુઓને સારી સુવિધા મળી રહે અને દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ઉત્કૃષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે.