દેશભક્તિ @ સાબરમતી રિવરફ્રન્ટ

0
733

અમદાવાદ– શહેરમાં નિકળેલી ત્રિરંગા યાત્રાના ભાગરુપે દેશ ભક્તિનો કાર્યક્રમ સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર રાખવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રુપે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ, કે.આર.રાવલ સ્કીલ તેમ જ એ.જી.ટીચર્સ જેવી શાળાઓએ દેશ ભક્તિના ગીતો સાથે સ્ટેજ પર સુંદર પરફોર્મન્સ કર્યું હતું.

તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ