સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સિયાચિનમાં…

દેશના નવા સંરક્ષણ પ્રધાન બનેલા રાજનાથ સિંહ 3 જૂન, સોમવારે સિયાચિન ખાતે પહોંચ્યા અને ત્યાં ફરજ બજાવતા જવાનોને મળ્યા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજિલ આપી હતી. સિયાચિન વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલું યુદ્ધક્ષેત્ર છે. દરિયાઈ સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈ પર આવેલા અને અત્યંત વિષમ પરિસ્થિતિમાં આ સ્થળ પર ફરજ બજાવતા દેશના વીર જવાનોને રાજનાથ સિંહે વચન આપ્યું હતું કે પોતે આ જવાનોનાં માતાપિતાને વ્યક્તિગત રીતે પત્ર લખશે અને દીકરાઓને દેશની સેવા માટે મોકલવા બદલ એમનો આભાર માનશે. રાજનાથ સિંહે સિયાચિન યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. રાજનાથ સિંહે બાદમાં ટ્વીટ કર્યું હતું કે, સિયાચિનમાં અત્યંત પ્રતિકૂળ હવામાનમાં સાહસ સાથે ફરજ બજાવતા જવાનોનાં જોશ અને પરાક્રમને હું સલામ કરું છું.