દિલ્હીમાં રાજઘાટ ખાતે રાહુલના ઉપવાસ…

0
683
દલિત સમુદાયના લોકો પર થતા અત્યાચાર માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને જવાબદાર ગણાવીને જાતિવાદી હિંસા સામેના વિરોધમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ 9 એપ્રિલ, સોમવારે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે એક દિવસના ઉપવાસ-ધરણા કર્યા હતા. મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાહુલ તથા કોંગ્રેસના અન્ય નેતાઓ ઉપવાસ પર બેઠા હતા. મુંબઈ સહિત દેશમાં અન્યત્ર કોંગ્રેસના કાર્યાલયો ખાતે કાર્યકર્તાઓ પણ સવારે 10થી સાંજે 4 સુધી ઉપવાસ-ધરણા પર બેઠા હતા. રાહુલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને એમની સરકાર દલિત-વિરોધી છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બીજેપીને હરાવશે.

મુંબઈમાં અમર જવાન મેમોરિયલ ખાતે ભૂખહડતાળ પર ઉતરેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ
મુંબઈમાં કોંગ્રેસી કાર્યકર્તાઓના સામુહિક ઉપવાસ