કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ પર…

0
847

 

 

 

 

 

 

 

 

ગાંધીનગર- પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલી બાદ આજે બીજા દિવસે સાઇકલ રેલી કાઢી રહી છે. ખેડૂતલક્ષી પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દાઓ પર આક્રોશ રેલી બાદ હવે કોંગ્રેસ દ્વારા સાઇકલ રેલી કાઢી પોતાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

મોંઘીદાટ કારો લઇને આવતા ધારાસભ્યો આજે સાઇકલ લઇને વિધાનસભાનો ઘેરાવો કરવા નિકળી પડ્યા હતાં. કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે પ્રતિક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને મહારાષ્ટ્રના સાંસદ રાજીવ સાતવે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે પ્રતીક વિરોધ નોંધાવવા કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ પર સવાર થઈને ગુજરાત વિધાનસભા ખાતે પહોંચશે.આજની સાયકલ રેલી MLA ક્વાર્ટર્સથી વિપક્ષ નેતાની આગેવાનીમાં યોજાઈ હતી..